ભગવાન કૃષ્ણ ની પવિત્ર ધરતી શામળાજી, (શામ્ળાજી) મેશ્વો નદીના પટ પર ગુજરાત ના અરવલ્લી જિલ્લા મા સ્થિત હિંદુ યાત્રાધામ છે. આ મંદીર કૃષ્ણ તરીકે ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે અને વૈષ્ણવોના ૧૫૪ મહત્વપુર્ણ યાત્રાધામમાંથી એક માનવામાં આવે છે. ગાય ની પ્રતિમા પણ અહિ પુજવામાં આવે છે, જે ભગ્વાન કૃષ્ણને બાળપણમાં ગોવાળીયો તરીકે દર્શાવે છે.
શામળાજી મંદીર દ્વારકા અને ડાકોર સાથે ગુજરાત ના ત્રણ ઉત્તમ મંદીર માંથી એક છે. તે ચાળુક્ય શૈલીમાં ૧૧મી સદી આસપાસ નિર્માણ કરાયુ છે અને લગભગ ૫૦૦ વર્ષ પુર્વે તેનો પુનરુદ્વાર કરાયો હતો. શામળાજી મંદીર દ્વારકા અને ડાકોર સાથે ગુજરાત ના ત્રણ ઉત્તમ મંદીર માંથી એક છે.
શામળાજી મંદિર તેના કળાત્મક શિલ્પો અને ચતુર્ભુજ વિષ્ણુની આભુષણાત્મક મૂર્તી માટે આર્કેલોજીસ્ટો અને કળા પ્રેમીઓને બહુ આકર્ષે છે. નાજુક કોતરકામ કરેલાં શિલ્પો તેની સુંદરતા થી કોઇ ને પણ મોહિત કરી દે છે. દેવ અને દેવીઓ , માનવીઓ, પશુઓ, ફુલો, નિસર્ગનાં તત્વોને સુંદર રીતે પ્રસ્તુત કરવામા આવ્યાં છે.
રામાયણ, મહાભારત અને પુરાણની વિવિધ વાર્તાઓ દીવાલો પર પ્રદર્શીત કરાઇ છે. કળા અને પવિત્રતાનો સંગમ અંહી અનુભવી શકાય છે. કળા અને પવિત્રતાનો સંગમ અંહી અનુભવી શકાય છે.
દર કાર્તીક માસ ની પૂનમે અંહી આદિવાસી શામળાજી મેળો યોજાય છે અને ગુજરાત મા સૌથી ભવ્યમાંથી તે એક છે. દર વર્ષે શામળાજી મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. તેઓ ભગવાન ની પુજા કરે છે અને મેશ્વો નદી ના પવિત્ર જળમાં સ્નાન કરે છે.
અમદાવાદ અને ઉદયપુર વચ્ચે રષ્ટ્રીય હાઇવે પર તે સ્થીત છે. મોડાસા શહેર અંહીથી ૨૯ કીમી દુર છે, પરંતુ મુખ્ય રેલ સ્થાનક અમદાવાદ છે. શામળાજી થી નજીક નુ એરપોર્ટ અમદાવાદ છે, જે આશરે ૧૩૦ કીમી અંતરે છે.
આદીવાસીઓમાં ભીલ સમુદાય શામળાજીની શક્તિઓમા અખુટ શ્રધા ધરાવે છે.તેઓ ભગવાન ને વ્હાલ થી કાળીયા દેવ (બ્લેક ગોડ) તરીકે સંબોધે છે. આ મેળામાં ચાંદી, ધાતુનાં આભુષણો, કપડાં અને વસ્ત્રો સાથે ઘણી બધી પારંપરિક ચીજવસ્તુઓ વેચાય છે.
શામળાજી મેશ્વો નદિના પટ પર સ્થિત હિંદુ યાત્રાધામ છે. મુખ્ય શામળાજી મંદિર ક્ષેત્રની આસપાસ ઘણાં બધા મંદિરો આવેલાં છે. મેશ્વો નદિ પર ભગવાન ગણેશનુ નાનુ સુંદર મંદિર છે, જ્યાં ગુપ્ત કાળની ગણેશજી ની ઉભી મૂર્તીની છબીની હજુ પણ પુજા કરવામાં આવે છે. ઉપરાંત ૧૦ મી સદીનુ હરિષચંદ્રની છોરી મંદિર પણ મુલાકાત લેવા જેવુ સ્થળ છે.
શામળાજી થી આશરે ૨ કીમી અંતરે દેવની મોરી છે. જ્યાં ૩જી-૪થી સદી આસપાસના બુધ્ધ ના મઠના અવશેષો છે. તેના સ્તુપ ના ખોદ્કામ દરમિયાન અંહી બુધ્ધના અવશેષોનો સમાવેશ ધરાવતો કોતરકામ કરેલા મુલ્યવાન દાબડો પાણ મળી આવ્યો હતો.
શ્રી શામળાજી મંદીર ટ્રસ્ટ . Phone No. (O) 02731-240399
Emergency Numbers: Civil hospital : 0285 262 1715 ST depot:02771-240123
37°5:17 pm IST Mostly cloudy