પાવાગઢ્ને પહાડીઓમાં વહેતા ઠંડા ઠંડા પવન પરથી આ નામ મળ્યુ છે. મા મહાકાલિકાનું આ મંદીર વિશ્વામિત્ર મુનિએ નિર્માણ કરાવ્યું હોવાનું માનવામાં આવે છે. મા મહાકાલિકા મંદીર દરીયાઇ સપાટીથી ૮૬૪ મીટરે સ્થીત છે, જે અત્યંત જુનુ છે. અને ભગવાન રામના સમયથી મોજુદ હોવાનુ માનવામાં આવે છે.
દંત કથા એવી છે કે પાવાગઢ અને ચાપાનેર પર રાજ કરતા પટાઇ શાસન ના રાજા મા મહાકાલિકાના ભક્ત હતા. તમની ભક્તિ થી પ્રસન્ન દેવી નવરાત્રીના નવ દિવસ દરમિયાન 'ગરબા' રમવા માટે પાવાગઢ પધાર્યા હતા એવુ માનવા મા આવે છે.પટાઇ શાસનના છેલ્લા શાસક રાજા જયસિંગ દેવી ના માનવી 'અવતાર' સાથે પ્રેમમાં પડ્યા(અજ્ઞાત રીતે) હતા એવુ કહેવાય છે. નશામાં રાજા એ વાસ્તવિકતા નું ભાન નહી કરી શક્યા કે આ દેવી પોતે છે અને દેવીએ રાજાને ભાન કરાવવામાટે અનેક પ્રયાસ કર્યા છતાં રાજાએ પોતાની રાણી બનાવવા માટે દેવી પાસે આગ્રહ ચાલુ રાખ્યો. આથી રાજાની હરકતથી ક્રોધીત દેવી પોતાના અસલી અવતારમાં પ્રગટ થયા અને રાજાએ શ્રાપ આપ્યોકે આગામી છ મહિનામા તેમના રાજ્યનો અંત આવશે. આ પછી મહંમદ બેગડાએ રાજા જયસિંગને હરાવીને પાવાગઢ અને ચાંપાનેર જીત્યું અને મોગલ સામ્રાજ્ય સ્થાપિત કર્યું.
મહાકાલિકા મંદીર અત્યંત જુનુ છે. અને ભગવાન રામના સમયથી હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતનાં વિવિધ શહેરોમાંથી પાવાગઢ માટે ઘણી બધી લક્ઝરી બસ સેવાઓ છે. ચાંપાનેર થી ૫ કીમી દુર માંચી ગામ છે જ્યાં જીપ થી પહોંચવાની સુવીધા છે. યાત્રાળુઓ તે પછી મંદીરમાં પગથિયાં વાટે અથવા રોપવેથી જઇ શકે છે.
પાવાગઢ મા રહેવાની અને જમવાની સુવિધા છે. યાત્રાળુઓ ને રહેવા માટે તેમના બજેટ માં હોટલો અને રીસોર્ટસ મળી રહે છે. વડોદરામાં પર્યટકો માટે ગણા બધા ફાર્મહાઉસ, રીસોર્ટ અને હોટલો છે. વડોદરા માં મુકામ અને ત્યાથી વાહનથી પાવાગઢની મુલાકાત અત્યંત અનુકુળ છે, કારણ કે આ પ્રવાસ ફક્ત દોઢ કલાકનો છે.
૨૭૦૦ ફીટ ટેકરીપર બિરાજમાન પ્રદેશનો આ ગઢ જુના અવશેષો અને હિંદુ મંદિરોથી શોભે છે. આ ગઢ પર પહોંચવા માટે ત્રણ તબક્કા આવે છે. પ્રથમ મુળ ગઢ ના અવશેષો, જે પછી વચ્ચેનો ગઢ ત્યારબાદ આખરે માર્ગમાં હિંદુ અને જૈન મંદિરો સથે ટોચ પર પહોંચી શકાય છે.
આ પ્રચીન ગઢ ખાતે પથ્થરોનુ સંરક્ષ્ણ, શાસકો તેમનુ અનાજ મુકતા હતા તે મકાઇ કોઠા હજુ અકબંધ છે. મંદિરો કુવાઓ અને અનેક ધાર્મિક સ્મારકો સાથે પાવગઢ હિંદુઓ અને જૈનો મટે મહત્વપુર્ણ ધાર્મિક સ્થળ છે. તેની તળેટી માં ગુજરાતની એક સમય ની રાજધાની ચાંપાનેરનું ઐતિહાસીક શહેર છે.
ચાંપાનેર ઐતિહાસીક મહ્ત્વ ધરાવતુ વિખ્યાત સ્થળ પાવગઢની નજીક છે. વર્લ્ડ હેરીટેજ સાઇટ ચાંપાનેર જૈન અને હિંદુ મંદિરો માટે જ્ઞાત આર્કેલોજિકલ પાર્ક નુ ઘર છે. ચાંપાનેર માં મુસ્લિમ શાસકો દ્વારા બનાવવામાં આવેલી ૧૫મી અને ૧૬ મી સદીની અનેક મસ્જિદો છે. તેમાં શિલ્પની ગુજરાત શૈલી અને પારંપરીક ઇસ્લામી શૈલીનું અનુકુળ સંમિશ્રણ સમૃધ્ધ આભુષણાત્મક પિલરો અને મિનારા સાથે ભવ્યતમમાંથી એક જામા મસ્જિદ પણ અહિં સ્થિત છે. મકાઇ કોઠાનુ ડોમવાળુ મકાન, પટાઇ રાવળ રજવાડું અને લાકુલિશા મંદિર ચાંપાનેર ના હિંદુ વારસાથી બચેલી યાદો છે. જ્વેલ મોસ્કો તરીકે પણ ઓળખાતી નગીના મસ્જિદ શુધ્ધ સફેદ પથ્થરોથી બનાવવા માં આવી છે. તેની મસ્જિદો અને રજવાડાંનાં અવશેષો સરોવરમાં પ્રતિબિંબિત થાય છે, જે આ શહેર મા અમુક સુંદર જોવા જેવાં સ્થળ છે.
શ્રીપાવાગઢ મંદીર ટ્રસ્ટ . Phone No. (O)૦૨૬૭૬-૨૯૩૦૪૮, ૨૯૩૧૧૦
35°5:19 pm IST Cloudy