Loading...

Projects

Kailash Mansarovar Yatra

KailashMansarovar Yatra

કૈલાસ માનસરોવરની યાત્રાની યોજના ભારત સરકાર દ્વારા અમલમાં છે.ગુજરાતના યાત્રીઓ માટે રાજય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ ના તા.૧૦/૦પ/ર૦૦૧ના અનેતારીખ-૧૨/૦૭/૨૦૦૧ ઠરાવથી આ યાત્રા માટે નાણાકીય સહાય ચુકવવાની યોજના અમલમાં છે.

ભારત સરકારશ્રીના વિદેશ મંત્રાલય મારફત  https://kmy.gov.in પર ફેબ્રુઆરી અથવા માર્ચમાસમાં નાગરિકો પાસેથી પ્રતિ વર્ષ ઓન લાઇન અરજીઓ માગવામાં આવે છે. તેમાંથી નિયત કરવામાં આવેલી ૫સંદગીની પ્રક્રિયામાંથી ૫સાર થયા હોય અને પસંદગી પામનાર ગુજરાતરાજ્યના નાગરીકો કૈલાસ માન સરોવરની યાત્રા પુર્ણ કર્યા બાદ આ યોજનાનો લાભમળવાપાત્ર થાય છે. યાત્રાએથી ૫રત આવ્યા બાદ યાત્રાળુઓએ યાત્રા પુર્ણ કર્યા અંગેના ભારતસરકારશ્રીના વિદેશ મંત્રાલય મારફત આપવામાં આવતા પ્રમાણ૫ત્ર અને પાસપોર્ટની સંપુર્ણનકલ સાથે યાત્રા પુર્ણ થયાના ૯૦ દિવસની સમય મર્યાદામાં આ કચેરીને અરજી રજુ કરવાનીરહે છે. યોજનાનું અમલીકરણ ગુજરાત પવિત્ર યાત્રાઘામ વિકાસ બોર્ડ દવારા કરવામાં આવેછે. આર્થિક સહાય માટેનું અરજી ફોર્મ આ https://yatradham.gujarat.gov.in/Documents/SubDeals_2018-9-27_365.pdf પર ઉપલબ્ધ છે.

સમગ્ર જીવનકાળ દરમ્યાન એકવાર આલાભ મળવાપાત્ર છે.

Download :- કૈલાશ માનસરોવર યાત્રાનું અરજી ફોર્મ